અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના
યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ
લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા
પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા
રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકે, લૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતી, અને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.