ભરૂચ : દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી સ્થાનિકો ત્રસ્ત, MLA સાથે બેઠક યોજી કરી ઉગ્ર રજૂઆત...

ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જોકે, બેઠક દરમ્યાન સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો.

New Update

દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી સ્થાનિકો ત્રસ્ત સ્થાનિકો

ટ્રાફિક જામની વિકટ સમસ્યાથી સોસાયટીના રહીશો ત્રાહિમામ

સમસ્યાના હલ માટે ધારાસભ્ય-અગ્રણીઓ સાથે બેઠક યોજાય

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી

વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી

ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જોકેબેઠક દરમ્યાન સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો.

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર મીપકો ચોકડીથી શ્રવણ ચોકડી સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એક તરફબ્રિજની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફઅહીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંબિસ્માર માર્ગની સાથે સાથે ટ્રાફિક જામની પણ વિકટ સમસ્યાથી આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકેટ્રાફિક જામની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે તંત્ર દ્વારા વાયદા કરાયા છે. પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હોય છે. તેવામાં સમય સાથે વિકટ બની રહેલી સમસ્યાનું નિરાકરણ લાવવા બાયપાસ રોડ પર આવેલ મીરામ્બીકા સોસાયટી ખાતે અગત્યની બેઠક યોજાય હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીતાલુકા પંચાયતગ્રામ પંચાયતના સભ્યો તેમજ વિવિધ સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.

 

Latest Stories