ભરૂચ : ખાનગી કંપનીઓના કારણે નર્મદા વિસ્થાપિતોના ખેતરમાં નુકશાન, વળતરની માંગ સાથે તંત્રને આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા વિસ્થાપિતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કેવાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવી છેજ્યાં તેઓ ખેતી કરી જીવન ગુજારે છે. હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં વરસાદી પાણી ભરાય ગયા છેજ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે. પરંતુ હાલના વર્ષમાં સાયખા તથા ભેરસમ સીમાડા GIDCની કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છેજ્યાં વરસાદી પાણીનો નિકાલ હતોત્યાં તે જગ્યા પર ખાનગી કંપનીઓએ  માટી પુરાણ કર્યું છે. જેથી પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાની રજૂઆત કરી હતી. આ સાથે જ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ સાથે યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકશાન થયું છેજે કંપની તરફથી વળતર અપાવવાની માંગ કરવામાં આવી હતી.

Latest Stories