ભરૂચ: આમોદના નાહીયેર ગામ નજીક લકઝરી બસ ચાલકે રીક્ષાને મારી ટક્કર, રીક્ષાચાલકનું મોત

ભરૂચના આમોદના નાહીયેર ગામ નજીક ખાનગી લક્ઝરી બસ ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • ભરૂચ જંબુસર રોડ પર સર્જાયો અકસ્માત

  • આમોદના નાહીયેર નજીક અકસ્માત સર્જાયો

  • લકઝરી બસ ચાલકે રીક્ષાને મારી ટક્કર

  • રીક્ષાચાલકનું મોત નિપજ્યું

  • લકઝરી બસ પણ પલટી ગઈ

ભરૂચના આમોદના નાહીયેર ગામ નજીક ખાનગી લક્ઝરી બસ ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચથી જંબુસરને જોડતા સ્ટેટ હાઇવે પર આમોદના નાહીયેર ગામ નજીકથી કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી લક્ઝરી બસે અહીંથી પસાર થઈ રહેલ રીક્ષાને ટક્કર મારી હતી જેમાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ લક્ઝરી બસ વરસાદી કાસમાં પલટી મારી ગઈ હતી જ્યારે રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો.આ અકસ્માતમાં રીક્ષા ચાલક અહેમદ બામણીયા નામના વ્યક્તિનું ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં સવાર અન્ય ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ આ તરફ લકઝરી બસમાં સવાર કર્મચારીઓનો આબદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. અકસ્માતના પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.
Advertisment
Latest Stories