ભરૂચ : મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું સ્થાપન કરાયું...

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થતા સ્વાગત કરી સ્થાપના કરવામાં આવી હતી.

New Update
aaa

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થતા સ્વાગત કરી સ્થાપના કરવામાં આવી હતી.

મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયાના કમળા માતાજીના તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુંત્યારે ગત તા. 6 એપ્રિલ-2025ના રોજ રાજસ્થાનથી 3100 કિલો વજન ધરાવતી 18 લાખની 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું. જે પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સમાજના આગેવાનો સહિત નગરજનો જોડાયા હતા. જે પ્રતિમા નલધરી મંદિરથી વિવિધ વિસ્તારમાં ફરી સ્થાપન સ્થળે પહોંચતા તેનું સ્થાપન કરવામાં આવ્યું છેજ્યારે બાકી રહેલ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સમાજના આગેવાન ધવલસિંહ ખેરસિદ્ધરાજસિંહ કોસાડા તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.