New Update
-
અલગ ભીલ પ્રદેશની માંગને લઈ રાજકારણ ગરમાયુ
-
ચૈતર વસાવાએ કરી છે જાહેરાત
-
ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત
-
મહેશ વસાવાનું નિવેદન સામે આવ્યું
-
જશ ખાટવાનું કાવતરૂ: મહેશ વસાવા
૨૯મા અલગ ભીલ પ્રદેશ માંગણી કરતા ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદન બાદ આદિવાસી પટ્ટી પર રાજકારણ ગરમાયું છે.આદિવાસી મતદારોને પોતાના તરફ ટકાવી રાખવા એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે.
બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિના રોજ ડેડીયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરતા ફરી આદિવાસી પટ્ટી પર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે. સંવેદનશીલ મામલે આદિવાસી નેતાઓ મતદારો આ મામલે બીજા જૂથ તરફ જુકી નહિ જાય તે માટે કવાયત શરુ કરી દીધી છે.ચૈતર વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ માંગણી ગેરવાજબી ગણાવી હતી તો મહેશ વસાવાએ ૧૦ વર્ષથી તેમના દ્વારા ચલાવતી ચળવળનો જસ ખાટવા ચૈતર વસાવાએ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી ચીમકી ઉચ્ચારી છે.