New Update
-
ભરૂચના જંબુસરનો ચકચારી બનાવ
-
યુવતી પર આચરવામાં આવ્યુ હતું દુષ્કર્મ
-
યુવતીને માર પણ મરાયો હતો
-
નરાધમ અને તેના પિતાની પોલીસે કરી ધરપકડ
-
પીડિતાને હાલ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં
ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપી અને તેના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી પર સફવાન હસન મૌલા નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી આરોપી ફરાર થઇ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસે આ મામલામાં યુવતીના પ્રેમી સફવાન મૌલા અને તેના પિતા હસન મૌલાની ધરપકડ કરી છે. નરાધમ યુવાને યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં પ્રેમી તેના પિતા અને ભાઈઓ દ્વારા યુવતીને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગણતરીના સમયમાં બન્ને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories