ભરૂચ: વિદેશમંત્રીના કેરટેકર તરીકેની ઓળખ આપી રૂ.9.54 લાખની છેતરપીંડી, આરોપીને ઝડપી પાડવા પોલીસે 2 ટીમ બનાવી

ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનાડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી રૂ.9.54 લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

New Update
Caretaker
રાજ્યકક્ષાના વિદેશમંત્રીના કેરટેકર તરીકેની ઓળખ આપી ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનાડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી રૂ.9.54 લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલામાં ભરૂચ એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ માટે વિવિધ ટીમ બનાવી છે.
Advertisment
ભરૂચમાં રહેતાં અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ બે બાળકોના વિઝીટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી. જેનો કેનેડા એમ્બેસીમાંથી કોઇ રિપ્લાય આવ્યો ન હતો. દરમિયાનમાં 2022માં તેમના એક પરીચિત થકી ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલાં પાર્થ બંગ્લોઝ ખાતે રહેતાં મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યાં હતાં.
તેમણે પોતાની ઓળખ ભારતના રાજ્યકક્ષાના વિદેશમંત્રી ડો. રાજકુમાર રંજન સિંઘના કેર ટેકર તરીકે કામ કરતો હોવાની આપી હતી. વિઝા માટે પ્રયત્ન કરવાનું કહીં મેસેજ આવ્યો હતો કે, તેમનું કામ થઇ જશે.
ભેજાબાજ મનમોહન શ્રી વાસ્તાવેઅભિતભાઈને વિદેશમંત્રીના ઘરે લઈ જઈ ત્યાં તેમની સાથે ફોટા પડાવ્યાં હતાં. બાદમાં તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો લીધા બાદ કામ કરવાના બહાને તબક્કાવાર રીતે કુલ 9.54 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
Advertisment
આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ.વી.યુ ગડરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસકર્મીઓની 2 ટીમ બનાવી છે.ટૂંક જ સમયમાં આરોપી ઝડપાઇ જશે જેની પૂછતાછમાં વધુ વિગતો બહાર આવી શકે છે.
Latest Stories