ભરૂચ: મનસુખ વસાવાએ છોટુ વસાવાના કર્યા વખાણ, કહ્યું આદિવાસીઓના હક માટે છો જેવો લલકાર કોઈએ નથી કર્યો !

ભરૂચના ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા

New Update
a
Advertisment

ભરૂચના ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા

ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખાબોલા સ્વભાવના કારણે જાણીતા છે. તેઓના નિવેદનો અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આદિવાસીઓના હક માટે છોટુ વસાવાએ જે લલકાર કર્યા છે તેવું કાર્ય કોઈએ કર્યું નથી. આ સાથે જ મનસુખ વસાવાએ છોટુ વસાવાના પરિવારજનો પર પણ આક્ષેપ કર્યા હતા.છોટુ વસાવાનએ એકલા પાડવા માટે પરિવારજનો અને નિકટના લોકો પર તેઓએ પ્રહારો કર્યા હતા. સાથે ઝઘડિયા તાલુકાની ખનીજ સંપત્તિ પર સ્થાનિકોના સ્થાને બહારના લોકોએ કબજો જમાવ્યો હોવાનો આરોપ તેઓએ લગાવ્યો હતો.મનસુખ વસાવાના નિવેદનના કારણે રાજકીય ક્ષેત્રે ગરમાવો 
આવી ગયો છે
Latest Stories