ભરૂચ: અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન થયો પ્રચંડ બ્લાસ્ટ

ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં ડેટોક્સ ઇન્ડિયામાં બ્લાસ્ટનો મામલો

  • ફીડ ટેન્કની રેલિંગની કામગીરી દરમિયાન સર્જાય દુર્ઘટના

  • ચાર કામદારોના કમકમાટીભર્યા મોત

  • જિલ્લા કલેકટરનોપણ કરાયો ઘેરાવ

  • મૃતકના પરિવારજનોનુંહૈયાફાટ આક્રંદ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં ફીડટેંકમાંરેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાચાર કામદારોના ઘટના સ્થળે જ કરુણ મોતનીપજયાહતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના છેવાડે આવેલીડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી.તે દરમિયાન કોન્ટ્રાકટના કામદારો સારંગપુરના યોલેશ રામબિહારના મૂકેશ સિંગયુપીના હરીનાથ યાદવ અને અશોક રામહુકમ વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા.અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા.

એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો.પ્રચંડ ધડાકાને લઈ અન્ય કામદારો પણ પ્લાન્ટ માંથી બહાર દોડી આવતા અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ જીઆઇડીસીપોલીસડેપ્યુટીઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી.પરિજનોને ઘટનાની જાણ થતાં તેઓ પણ દુર્ઘટનાગ્રસ્ત કંપનીએ દોડી આવતા આક્રંદનો માહોલ છવાયો હતો.

ડેટોક્સ ઇન્ડિયા પ્રા.લી.માં સર્જાયેલી દુર્ઘટનાનેપગલે જિલ્લાનુંવહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું,ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેર,અંકલેશ્વરનાપ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા,ડેપ્યુટી ડાયરેક્ટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થનાજીજ્ઞા ચૌહાણ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને જરૂરી તપાસ શરૂકરવામાં આવી હતી.કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને કંપની દ્વારા જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તેમજ દુર્ઘટના સ્થળ પર સુરક્ષા સલામતીની કંપની દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી હતી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મોટી ઔધોગિક હોનારતને લઈ જિલ્લા કલેકટર તુષાર સુમેર જ્યારે કમ્પનીખાતે આવી પહોંચ્યા હતા,ત્યારે મૃતકના પરિવારજ નો અને અન્ય કામદારોએ ન્યાયની પુકાર સાથે કલેકટર તુષાર સુમેરાનો ઘેરાવો કરી લીધો હતો.ચારેય મૃતકોના પરિજનો સાથે અન્ય કામદારો વળતર અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી જતા તંત્ર દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે ઘટના અંગે તંત્રએ તપાસની તજવીજ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.