ભરૂચ: ગીચ ગણાતા ધોળીકુઈ બજાર વિસ્તારમાં 3 માળના મકાનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.છ ફાયર ફાઈટરોએ લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચમાં આગના બનાવથી દોડધામ

  • ધોળીકુઈ બજારમાં વિસ્તારમાં આગ ફાટી નિકળી

  • 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ

  • મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

  • 6 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો

Advertisment
ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.છ ફાયર ફાઈટરોએ લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં રહેતા સુધાબેન ઇન્દ્રવદન ગાંધી પૂજાપાનો સામાન વેચવાનો વેપાર કરે છે.ત્રણ માળના મકાનમાં નીચે તેઓની દુકાન આવેલી છે અને ઉપરના ભાગે તેઓએ પૂજાપાનો સામાન સ્ટોર કર્યો હતો ત્યારે આજરોજ બપોરના સમયે ઉપરના માળે અચાનક આગ ફાટી નીકળી હતી. સામાનના કારણે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ ઘરમાં રહેતા લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા પરંતુ જુના ભરૂચના ગીચ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગરપાલિકાના એક પછી એક છ ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવની ગંભીરતા સમજી ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ વધુ ન પ્રસરે તે માટેની તકેદારી રાખવા ફાયર વિભાગને સૂચના આપી હતી. ફાયર વિભાગની તકેદારીના કારણે આસપાસના મકાનોમાં આગ પ્રસરી ન હતી. આ બનાવમાં કોઈ જાણહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Latest Stories