ભરૂચ: J.P.કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે યોજાયો મેડિકલ કેમ્પ

ભરૂચની જે.પી.કોલેજમાં વિના  વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચની જે.પી.કોલેજમાં વિના  વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરતની કિરણ હોસ્પિટલ અને ભરૂચની જે.પી.કોલેજના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં 18 નિષ્ણાંત તબીબોની ટીમે સેવા આપી હતી.આ કેમ્પમાં બ્લડ સુગર,ઇ.સી.જી અને ગાયનેક તેમજ આંખ સહિતના રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કોલેજના આચાર્ય ડો.એન.વી.પટેલ,હેલ્થ કમિટી સભ્ય વિરપાલસિંહ મોરી તેમજ સ્ટાફ સહિત  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પ 31મી ઓગસ્ટ સુધી ચાલશે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.