ભરૂચ:નવરાત્રીના પર્વની ઉજવણી વચ્ચે મેઘરાજાની પધરામણી, ગરબા આયોજકોમાં દોડધામ

ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી વચ્ચે મેઘરાજાની પધરામણી થતા ગરબા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી.ભરૂચ સહિત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો

New Update

ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી

રાત્રીના સમયે વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ

ગરબા આયોજકોમાં દોડધામ

વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

ગરબા ગ્રાઉન્ડ પર બેનરો ઉડયા

ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી વચ્ચે મેઘરાજાની પધરામણી થતા ગરબા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી.ભરૂચ સહિત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રિના ભરૂચ શહેર તેમજ અનેક તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ હતી. પવન સાથે ઠેર ઠેર વરસાદ વરસતા ગરબા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, રાજપાડી,હાંસોટ અને જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પવનના કારણે ગરબા ગ્રાઉન્ડમાં કેટલીક જગ્યાએ બેનરો પણ પડી ગયા હતા.તો જંબુસર સહિતના પંથકમાં લોકોએ વરસતા વરસાદમાં ગરબા રમવાની પણ મજા માણી હતી.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રક્રિયા હતી

Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.