ભરૂચ: મેઘરાજાના શ્રાવણના સરવરીયા, ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

New Update
  • ભરૂચ જિલ્લામાં મેઘાવી માહોલ

  • સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો

  • તમામ 9 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

  • આજે સવારથી જ વરસાદી માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે ત્યારે સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
તો બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ વામણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા.વાવણી થયા બાદ હવે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ જ આજે વહેલી સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં 1-1 ઇંચ તો નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Latest Stories