ભરૂચ: મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન-3નું ઓક્શન યોજાયું, 8 ટીમોએ લેશે ભાગ

ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • મેહદવીયા પ્રીમિયર લીગનું આયોજન

  • ઓક્શનનું કરાયુ આયોજન, 8 ટીમો લેશે ભાગ

  • મુન્શી સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાશે ટુર્નામેન્ટ

ભરૂચમાં મેહદવીયા પ્રીમિયર લીગ સીઝન-3નું  આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો.રમતગમતના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેલદીલી, સ્પોર્ટ્સમેનશિપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે  કુતબુદ્દીન પટેલ, કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તથા મેહદવીયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 8 ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી બાદ આગામી દિવસોમાં મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુન્શી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે.
Latest Stories