-
ભોલાવમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
-
ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
-
અંદાજિત 1.64 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરાયા
-
30થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
-
સ્થાનિક રહીશોને મળ્યો સુવિધાનો લાભ
ભરૂચ ભોલાવ ખાતે રૂપિયા 1.64 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અંદાજિત રૂપિયા 1.64 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોના રોજેરોજ આયોજનો થઈ રહ્યા છે. જે અંતર્ગત ભોલાવની નર નારાયણ સોસાયટી કોમન પ્લોટ, સૂર્યનારાયણ સોસાયટી તેમજ પાર્થ નગર સોસાયટી કોમન પ્લોટ, ભોલાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,સરપંચ નિમિષા પરમાર,ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.