New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
વિકાસના કાર્યોનું લોકાર્પણ
અનેક કર્યોનું ખાતમુર્હુત પણ કરાયું
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અનેક આગેવાનોએ આપી હાજરી
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નગર સેવા સદનના વોર્ડ નંબર છના વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના જન્મદિવસના ભાગરૂપે મકતપુર ખાતેના સિદ્ધિવિનાયક મંદિરએ મંત્રોચાર સાથે પૂજા, અર્ચના આરતી કરી મકતમપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિરના બાળકો સાથે કેક કટિંગ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
આ સાથે જ મકતમપુર વિસ્તારમાં આવેલા સીટી સિવેક સેન્ટરની ફરતે દિવાલ બનાવવા તથા બ્લોક , સિદ્ધિવિનાયક મંદિરની સામે 13.70 લાખ રૂપિયાના ખર્ચે ચોકમાં પેવર બ્લોકની કામગીરી સહિતના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
આ પ્રસંગે નગર પાલિકાના ચીફ ઓફીસર હરેશ અગ્રવાલ,પ્રમુખ વિભૂતિ યાદવ,ઉપ પ્રમુખ અક્ષર પટેલ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વોર્ડના સભ્ય સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.