-
પાલિકામાં મકતમપુર વિસ્તારના સમાવેશ બાદ વિકાસ કાર્ય
-
અડધા કરોડના ખર્ચે 400 મીટરના CC રોડનું કરાશે નિર્માણ
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું
-
પાલિકા સત્તાધીશો, નગરસેવકો સહિત સ્થાનિકોની ઉપસ્થિતિ
-
નવા રોડના નિર્માણકાર્યથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ
ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં મકતમપુર વિસ્તારના સમાવેશ બાદ અડધા કરોડના ખર્ચે 400 મીટરનો PCC સાથે CC રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં મકતમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. 6માં મકતમપુરના પ્રવેશ દ્વારથી 400 મીટરના માર્ગ પર પ્રથમ વખત નવો રોડ બનાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી PCC સાથે CC રોડ બનાવવા માટે મકતમપુર કોલોની નજીક ખાતમુર્હુત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, સ્થાનિક નગરસેવક હેમુ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. રોડના નિર્માણ કાર્યથી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ તથા મકતમપુરના રહીશો તેમાં શાળાએ જતા-આવતા બાળકો માટે નવો રસ્તો આર્શીવાદરૂપ બની રહેનાર છે.