New Update
ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે જામનગર હમસફર એક્સપ્રેસમાંથી મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઇ ગયો હતો જામનગરના શીતલ પાર્કમાં રહેતા ગીતાબેન કમલેશ પેશાવરીયા ગત તારીખ-૨૩મી ઓગસ્ટના રોજ બોરીવલી રેલ્વે સ્ટેશનથી જામનગર હમસફર એક્સપ્રેસમાં સવાર થઇ જામનગર આવી રહ્યા હતા તે દરમિયાન ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories