ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું
ભરૂચના દહેજ નજીક આવેલ જોલવા ગામે રહેતી એક મહિલાના બે વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી. આ અંગેની તેઓએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દહેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસઈ ખાતે છે અને તે બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ ગયો છે જેના આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે મૂળ બિહારના રહેવાસી અને હાલ બેંગ્લોર ખાતે રહેતા અનિલ ધતુરી યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે.આરોપી અને બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ તરફ આરોપી અનિલ યાદવને સંતાન ન હોય તે આ બાળક સાથે રહેવા માંગતો હતો જેથી તેણે બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે