-
રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરતા સાંસદ
-
ગુમાનદેવ ફાટકથી મુલદ સુધીનો રસ્તો છે ખખડધજ
-
હાલમાં રસ્તાની ચાલી રહી છે કામગીરી
-
સાંસદે રસ્તાની કામગીરીને લઈને કર્યા જરૂરી સૂચન
-
આગામી 15મી ફેબ્રુઆરી સુધીમાં રસ્તો શરુ થી શકે છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધી રસ્તાની કામગીરી ચાલી રહી છે,અને રસ્તાનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,અને યોગ્ય રીતે ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયાને જોડતા કડીરૂપ મુલદ ચોકડીથી ગુમાનદેવ સુધીનો માર્ગ અત્યંત ખખડધજ થઇ ગયો હતો,જોકે હાલમાં આ માર્ગની કામગીરી ચાલી રહી છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા દ્વારા આ રસ્તાની કામગીરી સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી અંગે સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને રસ્તાની કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
જાણવા મળ્યા મુજબ આગામી તારીખ 15 ફેબ્રુઆરી સુધીમાં મુલદ થી નાના સાંજા ફાટક સુધીના રોડની કામગીરી પૂર્ણ થશે અને રોડની જમણી બાજુનો મોટાભાગનો રસ્તો ચાલુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુમાનદેવ ફાટક થી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી હાલ ચાલુ છે. તેમાં કામગીરી દરમિયાન ખાનગી મિલકતના વાદ - વિવાદને લઈને ઉપરાંત વિજપોલ તથા હાઈટેન્શન ટાવર અને વૃક્ષો રસ્તામાં આવતા હોવાના કારણે રસ્તાની કામગીરી વિલંબમાં પડી હતી.જેના કારણે વાહન ચાલકોએ ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડી છે.