-
હોળીના પર્વની ઠેર ઠેર ઉજવણી
-
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા યોજાયો કાર્યક્રમ
-
હોળી સ્નેહમિલન સમારોહનું કરાયુ આયોજન
-
એકમેકને રંગ લગાવી કરાય ઉજવણી
-
હોળીના પર્વની શુભકામના પાઠવાય
રંગોના પર્વ હોળી ધુળેટીની ઠેરઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો એકમેકને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચવાસીઓને હોળીના પર્વની શુભકામના પાઠવવા સાથે ભૂ માફિયાઓ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સરકારના પારદર્શક વહીવટના કારણે જ આવા તત્વો પર કાર્યવાહી થાય છે અને આગામી દિવસોમાં પણ થતી રહેશે.