ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લાથી અંબાજી પદયાત્રાને સાંસદ મનસુખ વસાવાએ પ્રસ્થાન કરાવી...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લાથી સાંસદ મનસુખ વસાવા તેમજ અગ્રણીઓ અંબાજી પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.

New Update
aa

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લાથી સાંસદ મનસુખ વસાવા તેમજ અગ્રણીઓ અંબાજી પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.

ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માઁ અંબાના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા જાય છેત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો પર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. ઝઘડીયા તાલુકાના ઉમલ્લાથી સાંસદ મનસુખ વસાવા તેમજ અગ્રણીઓ અંબાજી પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. બોલ માડી અંબે... જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માઁ અંબાને રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માઁના ચરણે શિષ નમાવવા જાય છે. જગત જનની માઁ અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડીયા તાલુકાના અલગ-અલગ ગામેથી માઁના ભક્ત પરીમલ પટેલની આગેવાનીમાં 100થી વધારે પદયાત્રીઓ ઉમલ્લાથી અંબાજીધામ જવા રવાના થયા હતા. ઉમલ્લાથી અંબાજીની રથયાત્રા 21 વર્ષથી ઝઘડીયા તાલુકાના અલગ-અલગ ગામેથી 100 જેટલા પદયાત્રીઓ રથમાં જોડાયા છે. ઉમલ્લાથી અંબાજી 52 ગજની ધજા લઈને અંબાજી જાય છેઅને આ 52 ગજની ધજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. ઉમલ્લાથી અંબાજી અંદાજીત 405 કિલોમીટરનું અંતર થાય છેઅને ઉમલ્લા થી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ 12થી 14 દિવસ લાગે છે.

Latest Stories