/connect-gujarat/media/media_files/2025/07/11/mansukh-vasava-2025-07-11-13-34-01.jpg)
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ જર્જરીત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/11/bridge-renovation-2025-07-11-13-34-30.jpg)
આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો 60 વર્ષ જુનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે.