ભરૂચ: નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણા ચૂકવવા કરાઈ માંગ

ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

New Update
Advertisment
  • સાતમાં પગારપંચના પગારના તફાવતના નાણાનો મામલો

  • પેન્શનર્સ મંડળ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કરાઈ રજૂઆત

  • 400 કરતા પણ વધુ નિવૃત કર્મચારીને નથી મળ્યા નાણા

  • તંત્ર દ્વારા માત્ર ઠાલા વચનો જ આપવામાં આવે છે

  • નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી કરાઈ માંગ 

Advertisment

ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા.જેઓએ પાલિકાના ચીફ ઓફિસરને 400 કરતા પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા સાતમા પગારપંચના પગારના તફાવતના નાણા ચૂકવવાની માંગ કરી હતી,અને આ અંગેની ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.પાલિકાના કર્મચારીઓને બે વર્ષ પહેલા આ તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે,પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી,માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories