New Update
ભરૂચ શહેરમાં નગર સેવાદનની કામગીરી ફરી એકવાર ચર્ચાના ઘેરામાં આવી છે. કલેકટર કચેરી નજીક આવેલ માર્ગ પર રવિવારે તાજું ડામર પાથરવામાં આવ્યું હતું પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર થોડા જ કલાકોમાં તે જ માર્ગ પર પાણીની લાઈન નાખવા માટે ખોદકામ શરૂ કરી દેવાયું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/12/bharuch-nagarseva-sadan-2025-10-12-18-29-33.jpeg)
સ્થાનિકોમાં આ બનાવને લઈને નારાજગી જોવા મળી રહી છે. લોકોનો સવાલ છે કે જો પાણીની લાઈનનું કામ પહેલેથી જ પ્રસ્તાવિત હતું તો ડામર પાથર્યા પહેલાં ખોદકામનું કાર્ય પૂરું કેમ ન કરવામાં આવ્યું? હાલ તો નગર સેવા સદનની બુદ્ધિનું પ્રદર્શન ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.
Latest Stories