ભરૂચ: આત્મવિલોપનની ચીમકી ઉચ્ચરનાર આમોદ ન.પા.ના નગર સેવકની અટકાયત

ભરૂચની આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગર સેવકની પોલીસે અટકાયત કરી હતી

New Update

ભરૂચની આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગર સેવકની પોલીસે અટકાયત કરી હતી જેના પગલે કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા

ભરૂચની આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે આજરોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી દીધી હતી.
પોલીસે નગર સેવકની અટકાયત કરતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા ,ઉસ્માન મિડી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ નેટવર્કિંગ એક્સપર્ટ ટ્વિટ કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા તો
ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પણ ભ્રષ્ટાચારના મામલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 4 આરોપીઓની ધરપકડ

  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

  • કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

  • થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના  કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસ છે તપાસનો ધમમાટ  શરૂ કર્યો છે.