New Update
ભરૂચના આયોજન ભવન ખાતે આયોજન
સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભરૂચ નર્મદા જિલ્લાની નગરપાલિકાઓની બેઠક
વિવિધ પ્રશ્ને કરાય ચર્ચા વિચારણા
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે બન્ને જિલ્લાની નગર પાલિકાઓની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી. સુરત ઝોનના અધિકારી સંજયકુમાર વસાવા તથા કેતન વાણાનીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નર્મદા-ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો, ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન નગરપાલિકાની હાલની સ્થિતિ, નાગરિકોની સમસ્યાઓ તથા આવનારા સમયમાં મળનારી ગ્રાન્ટના સુચિત ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.રોડ, રસ્તા, ગટરલાઈન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી હતી.
Latest Stories