ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Latest Stories