New Update
-
ભરૂચનું સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ
-
ગુમાન દેવના મહંત દ્વારા નર્મદા પરિક્રમનો પ્રારંભ
-
મનમોહન દાસજી દ્વારા પરિક્રમનો પ્રારંભ કરાયો
-
વિશ્વ કલ્યાણની ભાવનાથી પરિક્રમનું આયોજન
-
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિશ્વની એકમાત્ર નદી પાવન સલીલા માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે ત્યારે નર્મદા પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ આલેખવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.વિશ્વ કલ્યાણની ભાવના અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. પરિક્રમાના પ્રારંભ પૂર્વે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ તેમના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને સાથે જ શોભાયાત્રાનું પણ આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.