New Update
ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયુ આયોજન
દક્ષિણ પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાય
100 શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા રહ્યા ઉપસ્થિત
આમંત્રીતોએ આપી હાજરી
ભારત વિકાસ પરિષદ, ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા ભૃગુભૂમિ શાખાના યજમાન પદે અમીકસ સ્કૂલના ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓ માંથી શાખા સ્તરે વિજેતા ટીમો એ ભાગ લીધો હતો.
શૈક્ષણિક પ્રવૃતિ સાથે વિધાર્થીગણમાં રાષ્ટ્રભક્તિ તથા સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્રારા રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ થાય તેવા શુભાશયથી ભારત વિકાસ પરિષદ તેની 1600થી અધિક શાખાઓ મારફતે દેશભરમાં છેલ્લા 62 વર્ષથી દર વર્ષે દેશભક્તિના ગીતોની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરે છે જેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા અને અતિથિ વિશેષ તરીકે સુનિલ ભટ્ટ તેમજ ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રીય સહમંત્રી ભરતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહયા હતા.ગુજરાત પ્રાંતની 11 શાખાઓમાંથી શાખા સ્તરે વિજેતા ટીમોએ પ્રાંતીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક ટીમોએ રાષ્ટ્રીય ચેતના કે સ્વર પુસ્તકમાંથી હિન્દી અને સંસ્કૃત ભાષામાં તેમની કૃતિઓ રજૂ કરી હતી.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વડોદરા સયાજીનગરી શાખાની નવરચના હાયર સેકન્ડરી સ્કૂલની ટીમ વિજેતા બની હતી તો દ્વિતીય ક્રમે વડોદરા અલકાપુરી શાખાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ અને તૃતીય ક્રમે સુરતની સૂર્યનગરી શાખા સંસ્કાર ભારતી વિદ્યાલયની ટીમ વિજેતા જાહેર થઈ હતી.
વિજેતા ટીમો તારીખ 20 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે યોજાનાર પશ્ચિમ ક્ષેત્રની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લેશે જેમાં વિજેતા બનનાર ટીમ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
ભરૂચની ભૃગુભૂમિ શાખા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પ્રાંત અધ્યક્ષ હિતેશ અગ્રવાલ,પ્રાંત મંત્રી ધર્મેશ શાહ, પ્રાંત મિડિયા સંયોજક યોગેશ પારીક, પ્રાંત મહિલા સહ સંયોજીકા રૂપલ જોષી, ક્ષેત્રીય અધિકારીઓ, પ્રાંતીય અધિકારીઓ,ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ કનુભાઈ પરમાર,મહામંત્રી પરેશ લાડ, જિલ્લા સંયોજક નરેશ ઠક્કર, રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રાંત સંયોજક કૌસ્તુભ પરીખ તેમજ સભ્યો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે ભાસ્કર આચાર્ય, ખીવારામ જોષી, કેતન ભાલોદાવાળા તેમજ અન્ય સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.
Latest Stories