ભરૂચ: જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ ડિસેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે

લોક અદાલતમાં દીવાની, ફોજદારી,ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેંકો,ડી.જી.વી.સી.એલ વગેરે સમાધાન લાયક સિવિલ, ક્રિમીનલ કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે

New Update
Bharuch Lok Adalat
સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. આ લોક અદાલતમાં દીવાની, ફોજદારી,ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેંકો,ડી.જી.વી.સી.એલ વગેરે સમાધાન લાયક સિવિલ, ક્રિમીનલ કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પણ આગામી તા.૧૪/૧૨/૨૦૨૪નાં ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
Latest Stories