ભરૂચ: કબીરપુરા ખત્રીવાડમાં હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી !

ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે

New Update
  • ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી

  • ખત્રીવાડ વિસ્તારમાં ઉજવણી કરાય

  • હિંગળાજ માતાજીના મંદિરે ઉજવણી

  • માટીના ગરબાની ફરતે માતાજીની આરાધના

  • સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા

ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં હિંગળાજ માતાજીના મઠ ખાતે પરંપરાગત રીતે ગરબા મહોત્સવ યોજાઇ રહ્યો છે. હિંગળાજ માતાજીના ગરબાને નીચે ન મૂકી શકાતો હોવાથી સમાજના આગેવાનોએ ભેગા મળી વિશેષ સ્ટેન્ડ તૈયાર કર્યું હતું જેમાં ગરબો એટલે કે માટીની માટલી મૂકવામાં આવે છે અને તેની આસપાસ સમાજના આગેવાનો તેમજ સભ્યો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે આ ઉપરાંત નવે નવ દિવસ માતાજીનો અખંડ દીવો પણ પ્રજવલિત કરે છે નવરાત્રી દરમિયાન ખત્રી સમાજના સભ્યો માતાજીની ભક્તિમાં બને છે.

Latest Stories