ભરૂચ: નેત્રંગ પોલીસે કાંટીપાડા ગામેથી રૂ.2.60 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

પોલીસે દરોડા પાડી ઘાસચારા નીચે સંતાડેલ રૂ.2.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગર હરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Kantipada village
ભરૂચની  નેત્રંગ પોલીસના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે ઝરણા ફોરેસ્ટ કંપની કાંટીપાડા ગામમાં રહેતા હરેશ વસાવાએ  ઘરમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી ઘરના આગળના ભાગે આવેલ ઓરડીમાં સંતાડયો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ઘાસચારા નીચે સંતાડેલ રૂ.2.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.પોલીસે બુટલેગર હરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.