ભરૂચ: પાલેજ નજીક હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે ન્યુઝ પેપર વિતરકનું મોત

પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

New Update
Palej Police
Advertisment
ભરૂચના પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ ઉપર પાલેજથી સાંસરોદ જતા માર્ગ ઉપર સાઇકલ સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
Advertisment
વડોદરાના કરજણ તાલુકાના સાંસરોદ ગામના ચકલા સ્ટ્રીટમાં રહેતા ખલીલ વાલી નજરિયા પાલેજથી ન્યુઝ પેપર લઇ સાઇકલ ઉપર પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે પાલેજ બાદ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા.અકસ્માત અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories