ભરૂચ : નંદેલાવના બુસા સોસાયટીમાં સાંસ્કૃતિક નવરાત્રીમાં માત્ર દીકરી જ નહીં પરંતુ પરિવાર પણ ઘૂમે છે ગરબે

ભરૂચ જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રીની બોલબાલા વચ્ચે આજે પણ સાંસ્કૃતિક ગરબાની પરંપરાને ધર્મપ્રેમીઓએ જીવંત રાખી છે,તેનું ઉત્તમ પ્રમાણ નંદેલાવ ગામની બુસા સોસાયટીએ આપ્યું છે.

New Update
  • નવરાત્રીમાં સાંસ્કૃતિક પરંપરાનું ઉત્તમ ઉદાહરણ

  • કોમર્શિયલ નવરાત્રિને જાકારો આપતા જાગૃત નાગરિકો

  • બુસા સોસાયટીમાં સાંસ્કૃતિક પરંપરા મુજબ નવરાત્રીનું આયોજન

  • દીકરી જ નહીં પરંતુ આખો પરિવાર ગરબની માણે છે મોજ

  • મહિલાઓ માથે ગરબી મૂકીને કરે છે માતાજીની આરાધના 

ભરૂચ જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રીની બોલબાલા વચ્ચે આજે પણ સાંસ્કૃતિક ગરબાની પરંપરાને ધર્મપ્રેમીઓએ જીવંત રાખી છે,તેનું ઉત્તમ પ્રમાણ નંદેલાવ ગામની બુસા સોસાયટીએ આપ્યું છે.

વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે નવરાત્રી,સમયની સાથે નવરાત્રી ઉત્સવની ઉજવણીના રંગરૂપ પણ બદલાય ગયા,અને કોમર્શિયલ નવરાત્રીની બોલબાલા વધતા સામાન્ય લોકો માટે ઉત્સવમાં ભાગ લેવો પણ મુશ્કેલરૂપ બની ગયું છે,અને ત્યારે આ બધી પળોજણ વચ્ચે પણ ભરૂચના નંદેલાવ ગામની બુસા સોસાયટી અન્ય સોસાયટીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આપણી દીકરી આપણા આંગણે તો ગરબા રમે જ છેપણ હવે દીકરીની સાથે આખો પરિવાર ગરબે ઘૂમે તેવા આશય સાથે બુસા સોસાયટીમાં ઘણા વર્ષો બાદ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકો માટે ગાડીયુવાનો માટે ટીટુડો તેમજ ટીમલીજ્યારે વડીલો માટે બે  તાળીત્રણ તાળીના ગરબામાં લોકો મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે.એક દીકરીએ વાતચીતમાં જણાવ્યું હતું કે બહાર કોમર્શિયલ નવરાત્રીમાં સ્ત્રીઓ માટે પ્રવેશ ફ્રી હોય છે પરંતુ અમારી સાથે આવતા અમારા પપ્પાએ ગરબા ગ્રાઉન્ડ બહાર બેસવું પડે છે.જે બાબત પણ એક દીકરી માટે શરમજનક કહી શકાય,ત્યારે સોસાયટીમાં યોજાતા શેરી ગરબા સાચા અર્થમાં માતાજીના આશીર્વાદ મળ્યા બરાબર છે કારણ કે આખો પરિવાર તેમાં કોઈપણ પ્રકારની પળોજણ વગર ભાગ લઇ શકે છે. 

બુસા સોસાયટી નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરાધનામાં મહિલાઓ અને યુવતીઓએ પરંપરાગત શૈલીમાં માથે બાજટ અને ગરબી સાથે રાસ-ગરબા રમ્યા હતા. ખેલૈયાઓ પણ ગરબાના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.તેમજ  યુવક-યુવતીઓ અને બાળકો પણ ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ થઈને ગરબાની મજા માણતા જોવા મળી રહ્યા હતા.

Latest Stories