ભરૂચ: રોજગાર કચેરી દ્વારા થર્મેકસ કંપનીને પાઠવાય નોટીસ

ભરૂચ અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે.

New Update

અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે.

ભરૂચની ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ-9મી જુલાઇના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારીત જ્ગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામા આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી.જે અંગેનો વિડીયો વાઇરલ થતાં જ હડકંપ મચી ગયો હતો.
જે બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રોજગાર અધિકારી સંજય ગોહિલ દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી દરમ્યાન કંપની દ્વારા વેકેનસી બાબતે રોજગાર કચેરીમાં કોઈ પણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું.ઉપરાંત ઓપન ઇન્ટરવ્યુ રાખવા માટે વિવિધ નિયમોનો પણ ભંગ કરાયો હોવાનું જણાતા કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એની કાળજી સૂચના આપવામાં આવી છે
Latest Stories