ભરૂચ: લીંક રોડ પર  કુખ્યાત બુટલેગરનો પુત્ર બન્યો બેફામ

ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને  કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.

New Update

ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને  કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.

ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતીક રણજીતસિંહ સોલંકી દહેજમાં આવેલ હ્યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે.ગતરોજ તેની સેકન્ડશીપ હોય રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેડ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો.જો કે પ્રતીકની મોપેડ બંધ થઈ જતા તેણે તેના મિત્ર પ્રથમ પરમારને લેવા માટે બોલાવ્યો હતો.
આ બંને મીત્રો પૈકી પ્રતિકે પ્રથમની એક્ટિવા ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ભરુચના લિન્ક રોડ ઉપર માતરિયા તળાવ પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ઇનોવા કાર ચાલકે મોપેડને ધક્કો મારતા પ્રતીક સોલંકી પર ચઢાવી દીધી હતી અને કાર ચાલક યુવાનને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો જેમાં યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યુ હતું.અકસ્માત સ્થળે લોક ટોળાં ભેગા થતાં કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બૂટલેગર નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ  મિસ્ત્રીની હોવાનું ખુલ્યું હતું.જોકે પોલીસે તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર મળી આવ્યો ન હતો.આ મામલે પ્રતીકના પરિવારજનો એ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહિ પકડે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વિકારવાની માગ કરી હતી.જોકે આ અંગે પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા.
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.