/connect-gujarat/media/media_files/2024/10/28/YSJUqXehuBUZaRCZm79U.png)
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને દિવાળીના તહેવારો સામે પગાર અને બોનસ મળતા પાલિકાના મુખ્ય અધિકારીને ફૂલહાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.
દર વર્ષે દિવાળી ટાણે પગાર અને બોનસ નહીં મળતા ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા હતા. પરંતુ આ વર્ષે આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ નાયક એક્શન મોડમાં આવી આમોદ નગરપાલિકામાં વેરા વસુલાત માટે ખૂબ જ સફળ પ્રયાસો કરી સફાઈ કર્મચારીઓના પગાર અને બોનસની વ્યવસ્થા કરી આપી હતી. જે બદલ આમોદ નગરપાલિકામાં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓએ મુખ્ય અધિકારી પંકજ નાયકને ફૂલહાર કરી અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયકએ પણ સફાઈ કર્મચારીઓને “તમે આમોદ નગરના હાથ પગ કહેવાય” અને “તમારા વગર આમોદ નગર સ્વચ્છ અને સુંદર કેવી રીતે બને..!” તેમ કહી સફાઈ કર્મચારીઓનો પણ આભાર માન્યો કર્યો હતો.