-
મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માઁ નર્મદાજીનો જન્મોત્સવ
-
નર્મદા જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું
-
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા પુષ્પ અર્પણ કરતો કાર્યક્રમ
-
બ્રહ્મસમાજ દ્વારા માઁ નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા
-
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના આગેવાનો-સભ્યોની ઉપસ્થિતિ
આજરોજ નર્મદા જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્ટેચ્યું પાર્ક સ્થિત માઁ નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.
આજરોજ તા. 4 ફેબ્રુઆરી મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માઁ નર્મદાજીના જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના ઉપસ્થિત હોદેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમના ઉચ્ચારણ સાથે માઁ નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. આ પ્રંસગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.