ભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય...

શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

  • ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિનું આયોજન

  • શ્રી સત્ય સાઈ સેવા સમિતિ-નંદેલાવ ખાતે યોજાયો ખાસ કાર્યક્રમ

  • મહા રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • શિબિર દરમ્યાન ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રીની હાજરી

ભરૂચના નંદેલાવ વિસ્તાર સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

તા. 17મી સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં એક અભૂતપૂર્વ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં 1 લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિર યોજાય હતી. આ શિબિરનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી એસ.એસ.પઠાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં 350થી વધુ લોકોએ નોંધણી કરી હતીજેમાં યુવાનોસરકારી કર્મચારીઓમહિલા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શ્રી સત્ય સાઈ સેવા સમિતિના સેવાધર્મી સભ્યો જોડાયા હતા.

Latest Stories