ભરૂચ: ઝઘડિયાના ફીચવાડા ગામના વૃદ્ધા બ્રેઇન ડેડ જાહેર થતા પરિવાર દ્વારા અંગોનું કરાયુ દાન

ભરૂચના ઝઘડિયાના ફિચવાડા ગામના  વૃદ્ધ મહિલા બ્રેઇન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા મહિલાના વિવિધ અંગોનું દાન કરી અંગદાન મહાદાનના સૂત્ર મને સાર્થક કર્યું હતું

New Update

અંગદાન મહાદાન

ઝઘડિયાના ફિચવાડા ગામના વૃદ્ધાના અંગોનું દાન

વૃદ્ધાને જાહેર કરાયા હતા બ્રેઇન ડેડ

ફેફસા,કિડની અને આંખનું દાન કરાયુ

6 લોકોને મળ્યું નવજીવન 

ભરૂચના ઝઘડિયાના ફિચવાડા ગામના  વૃદ્ધ મહિલા બ્રેઇન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા મહિલાના વિવિધ અંગોનું દાન કરી અંગદાન મહાદાનના સૂત્ર મને સાર્થક કર્યું હતું
ભરૂચના ઝઘડિયાના ફિચવાડા ગામના 69 વર્ષીય વૃદ્ધ મહિલા પ્રસન બા  રણજીતસિંહ ધરિયાને બ્રેઇન સ્ટોક આવતા તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ તેઓને વડોદરાની બી.એ.પી.એસ.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે તારીખ 20મી સપ્ટેમ્બરના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તબીબો દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેના આધારે તેમના દીકરા દિલીપસિંહ ધરીયા દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રેઇન ડેડ જાહેર કરાયેલા મહિલા પ્રસન બા ધરીયાના ફેફસા,કિડની અને બન્ને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. પરિવારજનો દ્વારા લેવાયેલ આ સરાહનીય નિર્ણયના કારણે 6 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે ત્યારે મૃત્યુ બાદ પણ પ્રસન બાએ અન્ય લોકોના જીવનમાં પ્રસન્નતા ફેલાવી છે
Latest Stories