ભરૂચ: JP કોલેજમાં B.SCના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં આવેલી છે જેપી કોલેજ

  • કોલેજમાં કાર્યક્રમનું કરાયુ આયોજન

  • બી.એસ.સી.ના વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

  • કોલેજના 230 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

  • કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ B.Scના  ફર્સ્ટયરના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 230 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. એન.બી. પટેલ, વિદ્યાર્થી સંઘના ચેરમેન ડો. દિપક અદ્રોજા , જીમખાના ચેરમેન ડો. જયપાલસિંહ મોરી તથા તમામ પ્રાધ્યાપક મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને કોલેજ અંગે માહિતી આપવામાં આવી તેમજ નવા શૈક્ષણિક વર્ષ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિઝિક્સ વિભાગના પ્રાધ્યાપક પ્રકાશ નાયક દ્વારા કરાયું હતું.
Read the Next Article

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ બેગ મળી આવી

  • બેગનો મોટો જથ્થો મળી આવ્યો

  • ચીફ ઓફીસરે કર્યું નિરીક્ષણ

  • જીપીસીબીને કરવામાં આવી જાણ

ભરૂચના જેવી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળતા તંત્ર દોડતું થયુ હતું.બેગના મોટા જથ્થા અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે. છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકાના અધિકારીઓને થતા  ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
શંકાસ્પદ બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી.હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ  કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગ પરથી રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.