New Update
ભરૂચના જંબુસરમાં વિકાસના કાર્યો
કોરા ગામે પંચાયત ભવનનું નિર્માણ
રૂ.16 લાખનો કરાયો ખર્ચ
ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત
ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા
ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામે રૂપિયા 16.93 લાખના ખર્ચે નિર્માણ પામેલ પંચાયત ભવનનું ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું
ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,કોરા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ ભાવિકા હર્ષદભાઈ ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.રૂ.16.93 લાખના ખર્ચે પંચાયતભવનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.આ સાથે જ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે 51 આવસોનું નિર્માણ અને પ્રાથમિક શાળામાં 19 લાખના ખર્ચે વિકાસ સહિતના કામો કરવામાં આવ્યા છે.આ પ્રસંગે ભાજપના આગેવાનો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories