ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે ઉત્તરપ્રદેશ ખાતેથી ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ, 10 વર્ષથી હતો ફરાર

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા ઉત્તરપ્રદેશ ખાતે તપાસમાં ગયા હતા

New Update
0000

પેરોલ ફર્લો સ્ક્વોડે ઉત્તરપ્રદેશ ખાતેથી ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ પે રોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા ઉત્તરપ્રદેશ ખાતે તપાસમાં ગયા હતાઅને ત્યાં જઇ ખાનગી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા આરોપી  અલ્તાફખાન બાદશાહખાન પઠાણ રહે.અંકલેશ્વર, અંસાર માર્કેટ જી.ભરૂચ મુળ રહે.ગામ જાંદરીયા તા.તુલસીપુર જી.બલરામપુર (ઉત્તરપ્રદેશ)ની ઉત્તરપ્રદેશના ઉતરોલા ખાતેથી ધરપકડ કરી જીઆઇડીસી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા દસ વર્ષથી ચોરીના ગુનામાં ફરાર હોય જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Advertisment
Advertisment
Latest Stories