New Update
ભારત દેશમાં દુધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.
પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આસરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આસરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના જાદિ રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દુધમાં સાકળની જેમ ભળી ગયાં છે. આજે નુતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુઓએ આતસ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પુજા- અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.