ભરૂચ: રામનવમીના પર્વને અનુલક્ષી B ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • ભરૂચમાં રામનવમીના પર્વની કરાશે ઉજવણી

  • કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

  • પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • હિન્દૂ મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

આગામી રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોમી એખલાસભર્યા વાતાવરણમાં રામનવમીનું પર્વ ઉજવાય તે માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તહેવારોના સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
Advertisment
Latest Stories