New Update
ભરૂચમાં શરૂ થશે શાળા
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ થશે
શ્રવણ ચોકડી નજીક કેમ્પસ નિર્માણ પામ્યું
ગુજરાતનું 21મુ કેમ્પસ
શાળાના હોદ્દેદારો દ્વારા અપાય માહિતી
ભરૂચની શ્રવણ ચોકડી નજીક પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ થવા જઈ રહી છે જેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી
શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. ભરૂચની શ્રવણ ચોકડી, ગેઇલ ટાઉનશીપની પાછળ, તુલસી ગ્લોરિયસની નજીક શાળાનું નવીનતમ સંકુલ આકાર લઈ રહ્યું છે. પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે.શેઠ આનંદીલાલ પોદાર દ્વારા 1927માં સ્થાપિત, પોદાર એજ્યુકેશન નેટવર્ક 98 વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે.શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેની ઓફિસ ૫-૬, શ્યામ વિલા કોમ્પ્લેક્સ, નાગોરી ડેરી પાસે , ક્રોમાં શો રૂમની સામે છે .
Latest Stories