New Update
/connect-gujarat/media/media_files/2024/12/07/uuEZsgXg3gTY70KSNcaw.png)
ભરૂચમાં એક વર્ષ અગાઉ એબીસી ચોકડી પર આવેલા પાર્ટી પ્લોટ પરથી ચોરાયેલી KTM બાઈકનો ભેદ ઉકેલી નાખી બે ઈસમોને ભરૂચ LCB ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓને વધુ તપાસ માટે સી ડીવીઝન પોલીસમાં સોંપ્યા છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમના પીએસઆઈ ડી.એ. તુવર અને તેમની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા,તે સમય દરમ્યાન માહિતી મળી હતી કે,સુમીત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના બંને ઇસમો કેટલાક સમયથી નંબર વગરની KTM કંપનીનુ બાઇક ફરે છે અને હાલ આ બંને દુધધારા ડેરીના ગેટ પાસે બાઇક લઇ ઉભેલા છે.માહિતી મળતા પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને ઇસમોને નંબર પ્લેટ વગરની KTM બાઇક સાથે ઝડપી પાડ્યા હતા.બાઈક અંગેના આધાર પુરાવા માંગતા બંને પાસે ન હોય અને તેઓ કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
જેથી પોલીસે તેમની પાસેના પોકેટકોપ મોબાઇલ મારફતે બાઇકના એન્જીન & ચેચીસ નંબર નાખી તેના માલીકનો સંપર્ક કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,ગત વર્ષ 2023 માં ABC ચોકડી નજીક આવેલા ગેલેક્ષી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવ્યા હતા ત્યારે તેમની બાઈક ચોરાઈ ગઈ હતી.ત્યાર બંનેની કડક પૂછતાજ કરતા તેઓએ પોતનો ગુનો કબૂલ કરી લેતા પોલીસે ચોરીની KTM બાઈક કિંમત રૂ.1,00,000 ગણીને બંને આરોપીઓને વધુ તપાસ અર્થે સી ડીવીઝન પોલીસમાં સોંપ્યા છે.