New Update
/connect-gujarat/media/media_files/2025/01/29/1MKeoS35AiH6vNA5SY8Z.jpg)
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા અને તેમની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી એ દરમ્યાન ચોરીના ગુનાનો ફરાર આરોપી અમરસીંગ બાવરી (ચીકલીગર) રહે.સોમા તળાવ વડોદરા હાલ સયાજીગંજ વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપીએ ચોરી કરેલ સોનાના દાગીના આરોપી કર્નેલસિંગ ઉર્ફે પિલુસિંગ મારફતે ભરૂચ લલ્લુભાઇ ચકલા ખાતે આવેલ એક સોનીને ત્યાં ગિરવે મુક્યા અને ચોરીમાં ગયેલ મુદામાલ ગિરવે રાખનાર સોનીની દુકાન બતાવી હતી જેથી મુદ્દામાલ ગિરવે રાખનાર સોનીની પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછપરછ કરતા તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ.2.84 લાખની સોનાની રણી અને બાઈક મળી રૂ.3.14 લાખનો મુદામાલ રિકવર કર્યો છે.ઝડપાયેલ આરોપી ચોરી અને પ્રોહોબિશનના 6 ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.